Home NATIONAL બે વર્ષ બાદ બાબા બર્ફાનીના દર્શન, ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન?

બે વર્ષ બાદ બાબા બર્ફાનીના દર્શન, ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન?

0

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી બંધ રહેલી અમરનાથ યાત્રા આ વર્ષે યોજાવાની છે, જેને લઇને ભક્તોમાં અનેરો આનંદ છે.

બે વર્ષ બાદ ફરીથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે, જેના માટેનું રજિસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થઇ જશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી અને જણાવ્યું કે અમરનાથ યાત્રા 2022 માટે 20 હજાર યાત્રાળુઓ જ રજિસ્ટ્રેશન કરી શકશે. આ સિવાય અમરનાથ યાત્રા માટે 75 વર્ષથી મોટા અને 13 વર્ષથી નાના બાળકોને પરવાનગી નહીં મળે, તેમજ દોઢ મહિનાથી વધુનો સમય થઇ ગયો હોય તેવી સગર્ભા પણ યાત્રા નહીં કરી શકે. રજીસ્ટ્રેશન ફી અંગે કોઇ જાણાકારી આપવામાં આવી નથી.

અમરનાથ યાત્રા માટે કુલ 5 પ્રકારના રજીસ્ટ્રેશન થશે.
જેમાં
પ્રથમ- એડવાન્સ રજીસ્ટ્રેશન,
બીજી- ઑનલાઇન રજીસ્ટ્રેશન,
ત્રીજી- ગૃપ રજીસ્ટ્રેશન,
ચોથી- NRI રજીસ્ટ્રેશન
અને
પાંચમી- સ્થળ પર એટલે કે ઑનધસ્પોટ રજીસ્ટ્રેશન

અમરનાથ યાત્રા કરવા માટે ડૉક્ટર અથવા તબીબી સંસ્થા તરફથી મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટા નિયત સમયમાં જમા કરાવવાના રહેશે.

દર વર્ષે શ્રાવણ મહિનામાં ભક્તો બાબા અમરનાથની પવિત્ર ગુફામાં બાબા બરફાનીના દર્શન કરવા જાય છે. અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વની વાર્તા સંભળાવી હતી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version