Home GUJARAT NEWS ગુજરાતમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો

ગુજરાતમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો

વિશ્વમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોનનો ગુજરાતમાં પાંચમો કેસ નોંધાયો છે...મહેસાણાના વિજાપુરની આશા વર્કર ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થતાં આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે...

0

વિશ્વમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોનનો ગુજરાતમાં પાંચમો કેસ નોંધાયો છે…મહેસાણાના વિજાપુરની આશા વર્કર ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થતાં આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે…

ઓમિક્રોન વેરિયન્ટના ગુજરાતમાં એક- બે કરતાં કરતાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. એરપોર્ટ પર સઘન તપાસ બાદ પણ ઓમિક્રોને ગુજરાત પગપેસારો કરી દીધો છે. આજે ફરી વિજાપુરના પિલવાઈ આશાવર્કર ઓમિક્રોન પોઝિટિવ આવતાં સારવાર અર્થે વડનગર ખસેડાયા છે. આરોગ્ય વિભાગની તપાસમાં ધ્યાને આવ્યું છે કે આશાવર્કર બહેનના પતિનું નિધન થતાં તેમના બેન અને બનેવી ઝિમ્બાબ્વેથી ભારત આવ્યા હતા. પરંતુ તેઓ બંનેના ત્રણ વખત ટેસ્ટ કર્યા હોવા છતાં તેઓ નેગેટિવ આવ્યા છે. ઝિમ્બાબ્વેથી આવેલાં બેન-બનેવી નેગેટિવ આવતાં આરોગ્ય તંત્ર અવઢવમાં મુકાયું છે કે આશાવર્કરને ઓમિક્રોન આવ્યો ક્યાંથી.

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન મુદ્દે રાજ્યની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં વોર્ડ ઉભા કરી દેવાયા છે.પરંતુ સર્તકતા ખુબ જ જરૂરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version