Home EDITOR PICKS આઝાદીના અમૃતકાળમાં હવે FirstRayNews આપની સાથે

આઝાદીના અમૃતકાળમાં હવે FirstRayNews આપની સાથે

0

નમસ્કાર, ફર્સ્ટ રે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતી મીડિયા જગતમાં ડિજિટલ સમાચાર પોર્ટલ તરીકે અમે આપની સમક્ષ એક જવાબદાર મીડિયા તરીકે પ્રસ્તુત છીએ.

ભારતને આઝાદ થયે 75 વર્ષ પૂરાં થયા, જેની ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવ તરીકે થઇ રહી છે. ત્યારે એક ચોથી જાગીર અને જવાબદાર માહિતીના સંચાર માધ્યમ તરીકે અસ્તિત્વમાં આવવું અમારી આખી ટીમ માટે ખૂબ જ ખુશીની અને ગર્વની પળ છે. આજે દેશના તમામ નાગરિકો તિરંગાના રંગમાં રંગાયા છે, રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રનિર્માણના હેતુસર જ આજે ફર્સ્ટરેન્યૂઝનું આ ગુજરાતી સંસ્કરણ લૉન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતી એટલા માટે લખ્યું કેમ કે ભવિષ્યમાં સંસ્કૃત, હિન્દી, પંજાબી, મારવાડી, બંગાળી, ઓડિયા, મલિયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ સહિત ભારતની તમામ ભાષામાં ફર્સ્ટરેન્યૂઝ લૉન્ચ કરવામાં આવશે. અંગ્રેજીમાં પણ પોર્ટલ લાવવાનો પ્લાન છે પરંતુ પહેલા ભારતીય ભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે. સપનું મોટું છે પરંતુ આપના સાથ થકી સાકાર કરીશું.

મિત્રો, મીડિયા જગતના આ અનંત અંતરિક્ષમાં કોઇ ખૂબ જ વધારે ચમકદાર તારા છે, તો કોઇ ઓછા અને નાના. અમારી આ સફર પણ ખૂબ જ નાના પાયાથી થઇ રહી છે. ગુજરાતી મીડિયામાં ખૂબ જ નામના મેળવી ચુકેલા અને જાણીતા નથી. અમારી પાસે દિવ્યભાસ્કરની જેમ બહોળી અને મજબૂત ટીમ નથી, અમારી પાસે ગુજરાત સમાચાર, સંદેશ, અકીલા જેવા સમાચાર પત્રોનું પીઠબળ નથી, અમારી પાસે ન્યૂઝ18ગુજરાતી, ઝી24કલાક, એબીપીઅસ્મિતા જેવું નેટવર્ક નથી, ટીવીનાઇનની જેમ નથી નંબર વનનો દાવો કરવાના. કે નથી અમે કોઇ આજતકની જેમ સબ સે તેજ જેવો દાવો કરવાના. અમે માત્ર પ્રામાણિક રીતે, સારા, રસપ્રદ, માહિતીસભર અને સચોટ સમાચાર અને તેનું વિશ્લેષણ ઝડપથી આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું.

આશા રાખીએ કે અમારો આ નાનકડો પ્રયાસ આપને ચોક્કસ ગમશે અને આપનો પ્રેમ હંમેશા મળતો રહેશે.

આભાર
તંત્રી, ફર્સ્ટ રે ન્યૂઝ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version