Home GUJARAT NEWS મહામારીમાં અન્ય કારણોસર મૃત્યુ પામનારના સગાને પણ મળશે સહાય

મહામારીમાં અન્ય કારણોસર મૃત્યુ પામનારના સગાને પણ મળશે સહાય

કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ ૩૦ દિવસમાં હાર્ટએટેક અથવા અન્ય કોઇ કારણસર મૃત્યુ પામેલાને કોવિડ મૃત્યુ ગણી સહાય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ

0

નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટીવ બાદ અન્ય કારણોસર મૃત્યુ પામેલા ૨૨,૦૦૦ જેટલા લોકોના ખાતામાં DBT દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ.૫૦,૦૦૦ની સહાય જમા કરાઇ : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ ૩૦ દિવસમાં હાર્ટએટેક અથવા અન્ય કોઇ કારણસર મૃત્યુ પામેલાને કોવિડ મૃત્યુ ગણી સહાય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ

નામદાર સર્વોચ્ચ અદાલતે કોવિડ મુત્યુની વ્યાખ્યામાં કરેલા ફેરફાર અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટીવ આવ્યા બાદ ૩૦ દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનાર લોકોને પણ કોવિડ મૃત્યુ ગણવા જેથી આવા લોકોને પણ સહાય આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશ અન્વયે પહેલ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી પહેલા ૨૨,૦૦૦ જેટલા લોકોના ખાતામાં DBT દ્વારા પ્રતિ વ્યક્તિ  રૂ.૫૦,૦૦૦ની સહાય જમા કરાવી છે તેમ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતું.   
 

મંત્રીએ કહ્યુ હતું કે, નામદાર સર્વોચ્ચ અદાલતે કોવિડથી થયેલા મૃત્યુની કરેલી નવી વ્યાખ્યા મુજબ ગુજરાત સરકારે પહેલ કરીને કુલ ૩૮,૦૦૦ અરજીઓમાંથી અત્યારે ચકાસણી કરીને ૨૨,૦૦૦ જેટલા લોકોને સહાય ચૂકવી દેવામાં આવી છે. આ અગાઉ ગુજરાત સરકારે કોવિડથી થયેલા મૃત્યુની કરેલી વ્યાખ્યા મુજબ ૧૦,૦૯૩ અરજીઓ આવી હતી પણ નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા કોવિડ મૃત્યુની વ્યાખ્યા વિસ્તૃત બનાવતા હવે આ સંખ્યામાં વધારો થયો છે. કોવિડ ટેસ્ટ પોઝિટીવ બાદ ૩૦ દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામેલા વારસોને નિયત કરેલા માપદંડ મુજબ રાજ્ય સરકાર રૂ.૫૦,૦૦૦ની સહાય આપવા કટિબદ્ધ છે. આ સહાય માટેના ફોર્મ તમામ હોસ્પિટલ્સ તેમજ કલેક્ટર કચેરીઓ ખાતે ઉપલબ્ધ છે. આ ફોર્મ ઓનલાઇન અથવા ઓફલાઇન પણ ભરી શકાય છે તેમ પણ મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યુ હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version