Home HOLIDAY RECIPES ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલમાં પંજાબી પનીર

ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલમાં પંજાબી પનીર

0
ઢાબા સ્ટાઇલમાં પંજાબી પનીર

સ્વાદની દુનિયાના દોસ્તો માટે ફર્સ્ટ રે ન્યૂઝની ટીમ લઇને આવ્યું છે વધુ એક વાનગી. તેમાંય જો આપ પનીરના રસિયા હોવ, કે પછી આપના પરિવારના સભ્યોને પનીરની ડીશ ખૂબ જ પસંદ હોય તો પછી તો આ આર્ટીકલ આપના માટે જ છે. અહીં આપણે બનાવવાના છીએ પંજાબી પનીર એ પણ ઢાબા સ્ટાઇલમાં. તો પછી રાહ શેની જુઓ છો આવી જાવ આ સામગ્રી લઇને કિચનમાં.

સામગ્રી-
પનીર-250 ગ્રામ
ડુંગળી- 3-4 નંગ
કેપ્સીકમ- 1 નંગ
ટામેટા- 2 નંગ
આદુ- લસણની પેસ્ટ બે ચમચી
તેલ- 2 ચમચી
લીલા મરચાં- 2 નંગ
મેથી- 1 ચમચી
લીલા ધાણા- 1 ચમચી
લાલ મરચું- 1 ચમચી
હળદર- પા ચમચી
ધાણાજીરુ- 2 ચમચી
મીઠું- સ્વાદ મુજબ
પનીર મસાલો- 1 ચમચી
દહીં- એક વાટકી

પનીર પંજાબી બનાવવાની રીત:
સૌપ્રથમ એક પેનમાં તેલ ઉમેરો તેલ ગરમ થઇ જાય પછી તેમાં જીરુ નાંખો જીરુ ફુટવા લાગે કે તરત તેમાં જીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો ડુંગળીમાંથી તેલ છૂટે કે હલકા પીન્ક રંગની થાય પછી તેમાં ટામેટાં ઉમેરો. ટામેટા થઈ જાય પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો પછી તેમાં મોળુ દહીં ઉમેરો, જ્યાં સુધી દહીંમાંથી તેલ છુટે ત્યાં સુધી શેક કરતા રહો. પછી તેમાં લાલ મરચું, હળદર પાઉડર, ધાણા જીરુ પાઉડર ઉમેરી લો. આ મિશ્રણને સાંતળી લો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી લો. તેમાં તમારી જરૂરીયાત મુજબ પાણી ઉમેરો અને પનીરના ટુકડા કરીને તેમાં નાખી દો. પનીર થઇ જાય પછી ગેસ ફ્લેમ બંધ કરી લો. પનીર પેનમાંથી સર્વીંગ બાઉલમાં નીકાડી લો અને ઉપરથી લીલા ધાણા ભભરાવી દો.

બસ હવે શું તેને લઇ જાવ આપના ડાઇનિંગ ટેબલ પર અને પરિવારના સભ્યો સાથે માણો જિયાફત. જો આપે આ રેસિપી વાંચીને ઘરે પંજાબી પનીર બનાવ્યું હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર આપનો પ્રતિભાવ આપો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version