Home FEATURED ધમાકેદાર એક્શન, શાનદાર સસ્પેન્સ થ્રીલર અને દમદાર અભિનય એટલે VIKRAM

ધમાકેદાર એક્શન, શાનદાર સસ્પેન્સ થ્રીલર અને દમદાર અભિનય એટલે VIKRAM

0

Lokesh Kanagraj દ્વારા દિગ્દર્શિત અને પીઢ અભિનેતા Kamal Haasan દ્વારા અભિનિત VIKRAM ફિલ્મની અહીં વાત થઇ રહી છે. એક જ લાઇનમાં જો રિવ્યૂ આપવો હોય તો એટલું જ લખવામાં આવે કે જો ફિલ્મ ન જોઇ હોય તો તાત્કાલિક ધોરણે જોઇ લેવી.

ફિલ્મ વિક્રમની વાર્તા તો દમદાર છે, પરંતુ તેનું સ્ટોરી ટેલિંગ પણ કમાલનું છે, જે દર્શકોને છેક સુધી ઝકળી રાખે છે. ફિલ્મની વાર્તા ડ્રગ્સ માફિયા બેઝ્ડ છે, જેમાં ડ્રગ્સની હેરાફેરી, મારામારી, ગુંડારાજ અને પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને અનેક ક્રિમિનલ એક્ટિવિટી બતાવવામાં આવી છે.

ફિલ્મ ત્રણ કલાકની છે, પરંતુ જે લયમાં ફિલ્મ જાય છે, તે દર્શકનો ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મમાં કમલ હાસન સિવાય અનેક દમદાર કલાકારો છે, જેમાં વિલનની ભૂમિકામાં Vijay Sethupathiએ ચાર ચાંદ લગાવી દીધા છે. જેની એન્ટ્રી જ કમાલની છે. ડ્રગ્સ માફિયામાં સૌથી ટોચનો વિલન Rolex હોય છે જેને ફિલ્મમાં સૌથી એન્ડમાં બતાવવામાં આવ્યો છે, રોલેક્સના પાત્રમાં Suryaને જોઇને તેમના ફેન થિયેટરમાં ચોક્કસ સિટી વગાડવા લાગશે. એજન્ટ અમરની ભૂમિકામાં Fahadh Faasil છે, જેણે પણ પોતાના અભિનયમાં કોઇ કસર નથી છોડી. આપે ફહાદનો દમદાર અભિનય PUSHPAમાં પણ જોયો જ હશે.

વિક્રમ ફિલ્મનું ટ્રેલર, પોસ્ટર જોયા પછી જો ફિલ્મ જોવા બેઠા હોવ તો તમને એ વાતનો અણસાર રહે જ કે ફિલ્મમાં કમલ હાસનનું મોટું કેરેક્ટર હશે, હોય પણ છે અને તે સરપ્રાઇઝલી બહાર આવે છે. પરંતુ ફિલ્મમાં વાર્તાકારે વધુ એક પાત્રને રહસ્યમાં રાખ્યું હતું જે જ્યારે છતું થાય છે, ત્યારે સૌને ચોંકાવી દે છે, અને તે છે Agent tina. આ કેરેક્ટરને આખા ફિલ્મમાં તમે ચોક્કસ અવોઇડ કરશો પરંતુ જ્યારે તે બહાર આવે છે, ત્યારે તમે ચોક્કસ બોલી ઉઠશો OMG.

ઓલ ઓવર ફિલ્મની વાર્તા, કાસ્ટિંગ, કેરેક્ટર, અભિનય, દિગ્દર્શનની સાથે સાથે, ફિલ્મમાં ચિલાચાલુ પ્રોપર્ટીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પ્રોપર્ટીના નવતર પ્રયોગથી જ ફિલ્મ ખૂબ જ આકર્ષિત બને છે. ફિલ્મ જોઇને જ્યારે તમે થિયેટરમાંથી બહાર નિકળશો ત્યારે તમારા મુખે એક ગીત ચોક્કસ નીકળશે અને તે છે Once upon a time there lived a Ghost….

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version