Home AJAB GAJAB લો બોલો! બ્રેકઅપ બાદ યુવાનોને આર્થિક સહાય કરશે આ દેશની સરકાર

લો બોલો! બ્રેકઅપ બાદ યુવાનોને આર્થિક સહાય કરશે આ દેશની સરકાર

બ્રેકઅપ થયું તો નિરાશ ન થાઓ, ન્યૂઝિલેન્ડની સરકાર યુવાનોને કરશે મદદ, 30 કરોડનું બહાર પાડ્યું બજેટ.

0

યુવાનોને બ્રેકઅપમાંથી બહાર કાઢવા અને ડિપ્રેશનમાં જતા અટકાવવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે સરકારે જંગી બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. યુવક-યુવતીઓ મેસેજ, કોલ કે ઈમેલ દ્વારા આ અભિયાનમાં જોડાઈ શકે છે.

જો કોઈ રિલેશનશિપમાં છે અને તેનું બ્રેકઅપ થઈ ગયું છે તો નિરાશ થવાની જરૂર નથી. કારણ કે ન્યુઝીલેન્ડની સરકાર હવે આવા યુવક-યુવતીઓની માટે એક અભિયાન શુરૂ કર્યું છે. બ્રેકઅપમાંથી બહાર આવવા અને ડિપ્રેશનમાં જતા રોકવા માટે 16થી 24 વર્ષના યુવાનો માટે શરૂ કરાયેલા અભિયાનને સરકારે સમર્થન આપ્યું છે. આ સાથે જ આ માટે જંગી બજેટ ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
હકિકતમાં બ્રેકઅપ પછી ઘણા કિસ્સાઓમાં તેના ગંભીર પરિણામો જોવા મળે છે. યુવક-યુવતીઓ ખોટાં પગલાં ભરે છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડમાં ‘લવ બેટર કેમ્પેઈન’ શરૂ કરવામાં આવ્યું છે. ‘લવ બેટર કેમ્પેઈન’ દ્વારા બ્રેકઅપના કારણે યુવાનોને ડિપ્રેશનમાં જતા રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

સીએનએનના રિપોર્ટ અનુસાર મળતી માહિતી અનુસાર આ અભિયાન ન્યૂઝીલેન્ડમાં મહિલા મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણનની સંમતિથી શરૂ કરવામાં આવ્યું છે.. સામાજિક વિકાસ અને રોજગાર મંત્રાલયે આ અભિયાન માટે રૂ.30 કરોડથી વધુનું બજેટ પણ બહાર પાડ્યું છે.

પ્રિયંકા રાધાક્રિષ્નને એક નિવેદન આપતાં જણાવ્યું કે 1,200થી વધુ યુવાનોએ અમને કહ્યું કે બ્રેકઅપના પ્રારંભિક અનુભવોનો સામનો કરવા માટે સમર્થનની જરૂર છે. યુવાનોએ બ્રેકઅપને સામાન્ય પડકાર તરીકે ઓળખાવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version