Home COVER STORY ભારતે બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો ઇતિહાસ : નીતુ અને સ્વીટીએ જીત્યો ગોલ્ડ

ભારતે બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રચ્યો ઇતિહાસ : નીતુ અને સ્વીટીએ જીત્યો ગોલ્ડ

ભારતે બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીતુ ખાંઘાસ અને સ્વીટી બોરાએ પણ પોતાની ફાઈનલ મેચ જીતી લીધી છે.

0

ભારતની સ્ટાર બોક્સર સ્વીટી બોરાએ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 81 કિગ્રા વર્ગની ફાઇનલમાં ચીનની વાંગ લીનાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એક જ દિવસમાં ભારતે આ બીજો ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ રચ્યો છે. છે. અગાઉ, નીતુ ઘંઘાસ (48 કિગ્રા)એ વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં મંગોલિયાની લુત્સાઇખાન અલ્તાનસેતસેગને હરાવીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્વીટી બોરા હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી ભારતની 7મી ખેલાડી બની ગઈ છે.

એક દિવસમાં બે ગોલ્ડ મેડલ
સ્વીટી બોરાએ ચીનની વાંગ લીનાને 4-3ના માર્જીનથી હરાવી દીધી છે. આખી મેચ દરમિયાન સ્વીટી અને વાંગ લીના રસપ્રદ ટક્કર હતી…પરંતુ ભારતીય સ્ટારે ચીનની વાંગ લીનાને એક પોઈન્ટથી હરાવી દીધી છે. ભારત માટે ગર્વની વાત છે કે ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીત્યા. અગાઉ અન્ય ફાઈનલ મેચમાં કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ વિજેતા નીતુ ઘંઘાસે મંગોલિયાના લુત્સાઈખાન અલ્તાનસેતસેગને 5-0ના માર્જીનથી હરાવી ઈતિહાસ રચ્યો છે.

મેરી કોમ (2002, 2005, 2006, 2008, 2010 અને 2018), સરિતા દેવી (2006), જેની આરએલ (2006), લેખા કેસી (2006), અને નિખત ઝરીન (2022), નીતુ ઘંઘાસ અને સ્વીટી બોરા પછી છઠ્ઠી અને સાતમી ભારતીય ખેલાડી બની છે. નીતુ અને સ્વીટીની સાથે ભારતના અન્ય બે સ્ટાર બોક્સર પણ આ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગયા છે. નિખત ઝરીન (50 કિગ્રા) એ રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા કોલંબિયાની ઇન્ગ્રિડ વેલેન્સિયાને 5-0થી અને લોવલિના બોર્ગોહેન (75 કિગ્રા)એ ચીનની લી કિયાનને 4-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સ્વીટી બોરા (81 કિગ્રા)એ ઓસ્ટ્રેલિયાની સુ-એમ્મા ગ્રીનટ્રીને 4-3થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

Free Amazone prime

ભારત પાસે વધુ 2 ગોલ્ડ જીતવાની સુવર્ણ તક
ફાઇનલમાં નિખતનો મુકાબલો બે વખતના એશિયન ચેમ્પિયન વિયેતનામના ન્ગુયેનથી ટેમ સાથે થશે. આજે રમાનારી ફાઇનલમાં લવલિનાનો સામનો ઓસ્ટ્રેલિયાની કેટલિન પાર્કર સાથે થશે. ભારત આ ટુર્નામેન્ટમાં હજુ બે વધુ ગોલ્ડ મેડલ જીતી શકે છે. ભારતીય ખેલાડીઓએ આ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દેશનું નામ રોશન કર્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version