Home COVER STORY અશુભકાળમાં ન બાંધતા રાખડી, ભદ્રાકાળની સંપૂર્ણ માહિતી

અશુભકાળમાં ન બાંધતા રાખડી, ભદ્રાકાળની સંપૂર્ણ માહિતી

Raksha Bandhan 2022: રક્ષાબંધન કઇ તારીખે છે? આટલા સમય સુઘી રહેશે રાહુ કાળ, અશુભ સમયમાં ન બાંઘવી રાખડી

0

Raksha Bandhan 2022 ક્યારે છે?
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઇની હથેળી પર રક્ષાસૂત્ર, રાખડી કે મૌલી બાંધીને ભાઇની લાંબી ઉમર અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. બીજી બાજુ ભાઇ પણ બહેનને ભેટ આપીને તેમની ઉમર ભર રક્ષા કરવાનું વચન આપે છે. હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે રક્ષાબંધનનો પર્વ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂનમે ઉજવવામાં આવે છે.

Raksha Bandhan date: રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે. આ ભાઇ બહેનનો તહેવાર છે. આ દિવસે બહેનો ભાઇની કલાઇમાં રાખડી બાંધે છે અને ભાઇ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડી બાંધવાની સામે ભાઇ બહેનને ભેટ આપે છે. ભાઇ બહેનના પ્રેમને દર્શાવતો આ તહેવાર આ વર્ષે 11 ઓગસ્ટ 2022એ ઉજવવામાં આવશે. રાખડી બાંધવા માટે ભદ્રા અને રાહુ કાળનો સમય અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન બહેનોએ ભાઇને રાખડી બાંધવી ન જોઇએ, અને કોઈ શુભ કામ ન કરવું જોઇએ. તો આવો જાણીએ ભદ્રા સમય અને રાખડી બાંધવાના શુભ મૂહુર્તો વિષે.

રક્ષાબંધન પર રાખડી બાંધવાના શુભ મૂહુર્ત ( RakshaBandhan 2022 Shubh Muhurat)
હિન્દુ પંચાંગ પ્રમાણે, પૂનમની તિથિ 11 ઓગસ્ટ 2022ની સવારે 10 વાગ્યાને 38 મિનિટે શરુ થાય છે અને 12 ઓગસ્ટ 2022ની સવારે 7 વાગ્યાને 5 મિનિટે સમાપ્ત થઈ જાય છે. આથી રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટે મનાવવામાં આવશે. બહેનો 11 ઓગસ્ટ 2022ની સવારે 8 વાગ્યાને 51 મિનિટથી લઇને રાતના 9 વાગ્યાને 19 મિનિટ સુધી રાખડી બાંધી શકાશે.

રક્ષાબંધન પર ભદ્રા કાળ ( Rakshabandhan 2022 Bhadra kaal)
રક્ષાબંધન ભદ્રા પૂર્ણ સમય- રાતે 8 વાગ્યાને 51 મિનિટ પર
રક્ષાબંધન ભદ્રા પૂછ- સાંજે 5 વાગ્યાને 17 મિનિટથી 6 વાગ્યાને 18 મિનિટ સુઘી
રક્ષાબંધન ભદ્રા મુખ- સાંજે 6 વાગ્યાને 18 મિનિટથી 8 વાગ્યા સુઘી

ભદ્રા કાળમાં કેમ ન બાંધવી જોઇએ રાખડી?

હિન્દુ પચાંગમાં ભદ્રા કાળને અશુભ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું યોગ્ય ગણાતું નથી. આ કારણથી આ સમયમાં રાખડી બાંધવા જેવું શુભ કાર્ય પણ કરવું યોગ્ય ગણાતું નથી. ભદ્રા કાળમાં બાબરી, લગ્ન, ગુહ પ્રવેશ, તીર્થ સ્થળોએ જવું, નવા વ્યાપારની શરુઆરત કરવી જેવા શુભ કામ ન કરવા જોઇએ.

ભદ્રા કોણ છે?

ભદ્રા માતા એ સૂર્યદેવ અને છાયાની પુત્રી છે, જે શનિદેવની બહેન પણ છે. તેમનું સ્વરૂપ એકદમ પ્રચંડ છે. તેમનો રંગ પણ શનિદેવની જેમ કાળો છે, વાળ અને દાંત ખૂબ લાંબા હોય છે. આ ભયાનક સ્વરૂપને કારણે, તેમને હિન્દુ કેલેન્ડરમાં વિષ્ટિ કરણ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભદ્રા માતાનો જન્મ થયો ત્યારે તે આખી દુનિયાને ગળી જવાના હતા. શાસ્ત્રો પ્રમાણે તેમણે યજ્ઞ, પૂજા અને શુભ કાર્યોમાં વિઘ્ન નાખવાનું શરૂ કર્યું. બાદમાં, બ્રહ્માજીની સમજાવટ બાદ તેમણે વિષ્ટિ કરણના રૂપમાં 11 કરણમાંથી 7મું સ્થાન મેળવ્યું. 

ભદ્રા કાળમાં કયા કાર્યો કરવા જોઇએ ?

ભદ્રા કાળમાં શસ્ત્રોનો ઉપયોગ, કામગીરી, કોઈની સામે કાયદાકીય કાર્યવાહી, પશુ સંબંધિત કાર્યોની શરૂઆત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રાની અસરથી બચવા માટે રોજ સવારે ઉઠીને ભદ્રાના 12 નામનો જાપ કરવો જોઈએ. જો તમારા માટે કોઈ કામ કરવું ખૂબ જ જરૂરી હોય, તો તમે ભદ્રા સવારના ઉત્તરાર્ધમાં હોય અથવા રાત્રે ભદ્રાની શરૂઆતમાં હોય ત્યારે કરી શકો છો.

ભદ્રાના 12 નામો કયા છે ?

ભદ્રાના 12 નામ આ પ્રમાણે છે – ધન્ય, દધિમુખી, ભદ્રા, મહામારી, ખરાણા, કાલરાત્રી, મહારુદ્ર, વિષ્ટિ, કુલપુત્રિકા, ભૈરવી, મહાકાલી, અસુરક્ષયકારી. એવું માનવામાં આવે છે કે જો તમે ભદ્રાનું સન્માન કરો છો અને તેની પૂજા કરો છો, તો તમે ભદ્રાના સમયગાળામાં કષ્ટોથી મુક્ત રહેશો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version