Home ENTERTAINMENT BOLLYWOOD અક્ષય કુમાર લઇને આવી રહ્યો છે રક્ષાબંધન

અક્ષય કુમાર લઇને આવી રહ્યો છે રક્ષાબંધન

બેક ટૂ બેક ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ શું અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મ હિટ જશે?

0

અક્ષય કુમાર ફરી એકવાર નવી ફિલ્મ સાથે સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. બેક ટુ બેક ફ્લોપ આપ્યા પછી, અક્ષય તેની નવી ફિલ્મને લઈને ઉત્સાહીત છે. આ ફિલ્મનું નામ છે રક્ષા બંધન. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, જેમાં અક્ષય કુમારની સાથે ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે.

રક્ષાબંધન ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફીલ્મ છે. અક્ષયની આ ફિલ્મના ટ્રેલરના રિલીઝ પહેલા અમે 4 નવી અભિનેત્રીઓ સાથે પરિચય કરાવી રહ્યા છીએ. જેઓ ફિલ્મમાં અક્ષય કુમારની બહેનની ભૂમિકા ભજવી રહી છે.

સાદિયા ખતીબ
સાદિયા ખતીબ ખિલાડી અક્ષય કુમારની બહેન બની છે.  સાદિયાએ વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ શિકારાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સાદિયા ખતીબ હવે રક્ષાબંધન ફિલ્મમાં જોવા મળશે. સાદિયાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈને સ્પષ્ટ થાય છે કે તેને ફરવાનો ઘણો શોખ છે. અભિનેત્રીના Instagram પર 18.4K ફોલોઅર્સ છે.  

શાહઝમીન કૌર
અભિનેત્રી શાહઝમીન કૌર પણ રક્ષાબંધન ફિલ્મમાં અક્ષય કુમારની બહેનની ભૂમિકામાં જોવા મળશે. શાહઝમીન અક્ષયની ફિલ્મ રક્ષા બંધનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શાહઝમીન કૌરના લગભગ 1500 ફોલોઅર્સ છે. અભિનેત્રીની પ્રોફાઇલ જોઈને સ્પષ્ટ થાય છે કે તેને ડાન્સિંગ, સિંગિંગ અને એક્ટિંગનો ખૂબ જ શોખ છે અને હવે તે અક્ષય કુમારની ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.  

દીપિકા ખન્ના
ફિલ્મ રક્ષાબંધનથી ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવવા માટે તૈયાર છે. દીપિકા ખન્ના પણ રક્ષાબંધનમાં અક્ષય કુમારની બહેન બની છે. દીપિકા મુંબઈની રહેવાસી છે. રક્ષાબંધન પહેલા દીપિકાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. દીપિકા હંમેશા એક્ટ્રેસ બનવા માંગતી હતી અને તેણે પોતાની મહેનતના બળે પોતાનું સપનું સાકાર કર્યું છે. હવે જોઈએ દીપિકા ખન્ના રક્ષાબંધનમાં શું જલવા વિખેરે છે.

સ્મૃતિ શ્રીકાંત
ફિલ્મ રક્ષાબંધનમાં અક્ષય કુમારની બહેનના રોલમાં જોવા મળેલી અભિનેત્રી સ્મૃતિ શ્રીકાંત ફિટનેસ ફ્રીક છે. સ્મૃતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સ્મૃતિના 11.6K ફોલોઅર્સ છે. પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટની સાથે સાથે સ્મૃતિ તેની ફિટનેસને લઈને પણ ઘણી પેશનેટ છે. તમે તેની ઇન્સ્ટા પોસ્ટ પરથી આનો અંદાજ લગાવી શકો છો. અભિનેત્રી હોવા ઉપરાંત સ્મૃતિ શ્રીકાંત એક મોડલ પણ છે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે જોવાનું એ રહે છે કે બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજ જેવી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ અક્ષયની ફિલ્મ બોક્સ ઓફિસ પર જાદુ ચલાવી શકે છે કેમ?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version