Home POPULAR POSTS સચિન તેંડુલકરે બાળપણના મિત્રને પાઠવી દિલથી શુભેચ્છા

સચિન તેંડુલકરે બાળપણના મિત્રને પાઠવી દિલથી શુભેચ્છા

કાંબલીને 50માં જન્મદિનની શુભેચ્છા પાઠવા સચિને ટ્વિટ કર્યું હતુ કે, તમને 50માં જન્મદિન નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ, હેપ્પી બર્થડે કાંબલ્યા.

0

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના બાળપણના મિત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં કાંબલી અને પોતાની બાળપણની તસવીરો શેર કરી હતી. કાંબલીને 50માં જન્મદિનની શુભેચ્છા પાઠવા સચિને ટ્વિટ કર્યું હતુ કે, તમને 50માં જન્મદિન નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ, હેપ્પી બર્થડે કાંબલ્યા.

જણાવી દઇએ કે, સચિન અને કાંબલી એક સાથે અભ્યાસ કરતા હતા. બંને કોચિંગ પણ સાથે કરતા હતા અને તેમના કોચ હતા રમાકાંત આચરેકર હતા. આ બંને મુંબઈ અને ટીમ ઈન્ડિયા માટે રમ્યા પણ છે. સ્કૂલ ક્રિકેટ દરમિયાન નોટ આઉટ 664 રનની પાર્ટનરશિપનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

90ના દશકમાં કાંબલી અને તેડુંલકરની જોડી જય અને વીરૂની જોડીના નામથી જાણીતી હતી, પણ જ્યારે પોસ્ટ રિટાયરમેન્ટ પાર્ટીમાં સપિને કાંબલીને આમંત્રણ ન આપ્યુ તો કાબંલીને બહુ ખરાબ લાગ્યુ તેણે કહ્યુ કે સચિનને તેનો સ્કૂલનો લંગોટિયો મિત્ર યાદ ન રહ્યો.

જાણીતા મિત્રોની દોસ્તીમાં તે સમયે તિરાડ પડી જ્યારે કાંબલીએ જુલાઈ, 2009માં એક ટીવી શો માં એવું કહ્યું કે તેને ક્રિકેટમાં પરત આવવા માટે સચિને મદદ ન કરી. માસ્ટર બ્લાસ્ટરને આ વાત એટલી લાગી આવી કે 2013માં 200મી ટેસ્ટ બાદ રિટાયરમેન્ટ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં આપેલી સ્પીચમાં તમામના નામ લીધા પરંતુ કાંબલીનો ઉલ્લેખ નહોતો કર્યો. 

સચિન તેંડુલકરે 1989માં કાંબલીને ભારતીય ટીમ માટે રમવાની તક આપી હતી. કાંબલીએ પ્રથમ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ 1991માં રમી હતી. કાંબલી 10 વર્ષ (2000) સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યા હતા. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version