Home NATIONAL શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકી હુમલો, 2 જવાનો શહીદ

શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકી હુમલો, 2 જવાનો શહીદ

આજે શ્રીનગરમાં એકતરફ સુરક્ષાદળોએ રંગરેટ વિસ્તારમા 2 આતંકીને ઠાર કર્યા હતા તો બીજી તરફ જીવાન વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ બસ પર ફાયરિંગ કર્યું હતું

0

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પુરી થવાનું નામ નથી લઇ રહી. વારંવાર આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરને પોતાનો નિશાન બનાવતુ રહે છે. જો કે ભારતીય સેના પણ આતંકવાદીઓના મનસુબા પુરા થવા દેતી નથી. આજે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રંગરેટ વિસ્તારમાં પણ ભારતીય સુરક્ષા દળોએ આવા જ આતંકવાદીઓના મનસુબાને નાકામ કર્યો છે, ભારતીયસેનાએ આ અથડામણમાં બે અજાણ્યા આતંકવાદીઓ ઠાર માર્યા છે.

તો બીજી તરફ શ્રીનગરમાં જ અન્ય વિસ્તારમાં આતંકીઓએ જવાનોને નિશાન બનાવ્યા છે. શ્રીનગરના જીવાન વિસ્તારમાં સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયન પર હુમલો કરવામાં આવ્યો છે ,, આ હુમલામાં 12 જવાન ઘાયલ થઈ ગયા છે. જેમાં 2 જવાનો શહીદ થઇ ગયા છે, આતંકીઓએ જવાનો પર એ સમયે હુમલો કર્યો હતો જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યા હતા.

આતંકવાદીઓએ ચાલતી બસ પર ગોળીબાર કર્યો છે ,હાલ પ્રાપ્ત થતી જાણકારી અનુસાર આ હુમલાની જવાબદારી કાશ્મીર ટાઇગર સંગઠને લીધી છે ,જે લશ્કરે તૈયબા સાથે જોડાયેલ સંગઠન છે ,,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version