Home INTERESTING NEWS ચીનમાં પુરુષો શા માટે કરે છે સ્ત્રી અંડરગારમેન્ટનો પ્રચાર?

ચીનમાં પુરુષો શા માટે કરે છે સ્ત્રી અંડરગારમેન્ટનો પ્રચાર?

સામાન્ય રીતે મહિલા મોડેલ્સના કામ પુરૂષ મોડેલો શા માટે કરી રહ્યા છે? હકીકતમાં ચીને મહિલાઓના અન્ડરગારમેન્ટ્સ વેચવા માટે મહિલા મોડલ્સ દ્વારા ઉત્પાદનોના પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે.

0

ચીનમાં લાઇવ સ્ટ્રીમિંગ પ્રમોશનમાં પુરૂષ મોડલ મહિલાઓના અન્ડરગારમેન્ટ્સ પહેરીને જોવા મળે છે. પુરૂષ મોડલ્સ બ્રા અને નાઈટગાઉનમાં જોઈને ઇન્ટરનેટનું વાપરનારા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતમાં ચીનની સરકારે મહિલા મોડલ્સને મહિલાઓના અંડર ગારમેન્ટ્સને પ્રોત્સાહન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પછી પણ ઓનલાઈન ચાઈનીઝ કંપનીઓ પુરૂષ મોડલ્સ દ્વારા અંડરગારમેન્ટનો પ્રચાર કરી રહી છે.

સામાન્ય રીતે મહિલા મોડેલ્સના કામ પુરૂષ મોડેલો શા માટે કરી રહ્યા છે? હકીકતમાં ચીને મહિલાઓના અન્ડરગારમેન્ટ્સ વેચવા માટે મહિલા મોડલ્સ દ્વારા ઉત્પાદનોના પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીને કહ્યું આના કારણે ઓનલાઈન અશ્લિલતા વધી રહી છે. એટલા માટે જ સ્ત્રી મોડલ્સ અન્ડરગારમેન્ટ્સનું પ્રમોશન કરી શકતી નથી.

તમને જણાવી દઈએ કે ચીનમાં લાઈવ સ્ટ્રીમિંગ પ્રમોશન પર ઘણો ભાર આપવામાં આવે છે. લાઇવ સ્ટ્રીમિંગ પ્રમોશન દ્વારા અન્ડરગારમેન્ટ્સનો બિઝનેસ લાખો ડોલરમાં થાય છે. આ પ્રમોશનમાં કંપનીઓ મહિલા મૉડલને રોજગારી આપે છે જેઓ અન્ડરગાર્મેન્ટ પહેરે છે અને ચાઇનીઝ સોશિયલ સાઇટ્સ પર લાઇવ વીડિયો સ્ટ્રીમિંગ કરે છે. પરંતુ આ લાઈવ સ્ટ્રીમિંગમાં કંપનીઓ અને મોડલ પર ઓનલાઈન અશ્લીલતા વધારવાનો આરોપ લાગતો હોય છે. ચીની પ્રશાસને આવી કંપનીઓ પર ઘણી વખત કાર્યવાહી કરી છે અને વીડિયો કન્ટેન્ટ પણ હટાવી દીધા છે. પરંતુ થોડા વર્ષો પહેલા ચીને મહિલા મોડલ્સ પર લેડીઝ અંડર ગારમેન્ટ્સના ઓનલાઈન પ્રમોશન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version