Home ENTERTAINMENT આ એક્ટ્રેસને કંગનાએ કરી હતી બ્લોક, હવે બનવા જઇ રહી છે બાહુબલીની...

આ એક્ટ્રેસને કંગનાએ કરી હતી બ્લોક, હવે બનવા જઇ રહી છે બાહુબલીની શિવગામી

મોસ્ટ એવેઇટેડ પ્રોજેક્ટ બાહુબલી બિફોર ધ બિગનિંગને લઇને અફવાઓનું બજાર ગરમ છે.

0

મોસ્ટ એવેઇટેડ પ્રોજેક્ટ બાહુબલી બિફોર ધ બિગનિંગને લઇને અફવાઓનું બજાર ગરમ છે. બાહુબલીના પ્રીક્વલમાં શિવગામીના પાત્રને લઇને મૃણાલ ઠાકુરની વાત ચાલી રહી હતી. જોકે હમણા સમાચાર આવ્યા કે મૃણાલને વામિકા ગબ્બી રિપ્લેસ કરવા જઇ રહી છે. જોકે વામિકાનું આ અંગે નિવેદન આવ્યું છે.

હાલમાં વેબ શૉ ગ્રહણની જબરદસ્ત ચર્ચા છે. જેમાં મનુનું પાત્ર નિભાવી રહેલી વામિકા ગબ્બી પોતાના જબરદસ્ત અભિનયથી ફેન્સનું દિલ જીતવામાં સફળ રહી છે. આપને જણાવી દઇએ કે વામિકા પંજાબ અને સાઉથ બંને ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. છેલ્લા સાત વર્ષથી તે મુંબઇમાં હિન્દી ફિલ્મો માટે સ્ટ્રગલ કરી રહી છે.

પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેણે ઘણા નાનામોટા રોલ કર્યા. ચંદીગઢની રહેનારી વામિકા જણાવે છે કે જ્યારે પણ પંજાબમાં શૂટિંગની તેને જાણ થતી તે ત્યાં પહોંચી જતી હતી, અને ત્યાના લાઇન પ્રોડ્યુસર અમને નાના મોટા રોલ આપી દેતા હતા. વામિકા જબ વી મેટ, લવ આજકલ અને મૌસમ જેવી ફિલ્મોમાં બાળ પાત્રોમાં દેખાઇ ચુકી છે.

જબ વી મેટની શૂટિંગ માટે તેને એક દિવસના ચારસો રૂપિયા મળતા હતા. 25 દિવસ શૂટિંગ ચાલી હતી, જેમાં અમારો સીન માત્ર 25 સેકન્ડનો જ હતો, પરંતુ આખા શૂટિંગ દરમિયાન હું ઓળગોળ થઇ હતી, અમે ત્યારે એક ડાન્સ ક્લાસમાં હતા અને અમારો તે અનુભવ ખૂબ જ શાનદાર હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version