Home COVER STORY દેશદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ, માંગ્યો જવાબ

દેશદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ, માંગ્યો જવાબ

0

Sedition Law India, દેશદ્રોહ અથવા રાજદ્રોહને ગુનો બનાવનારી IPCની ધારા 124Aની સંવૈધિકાનિક સમય મર્યાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી થઇ છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી સરકારે આ કાયદાનો બચાવ કર્યો છે, પરંતુ હવે સરકારને પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તે કાયદા પર વિચાર કરવા માટે તૈયાર છે.

સુપ્રીમ કોર્ટમાં સોમવારે રાજદ્રોહ કાયદા અંગે સુનાવણી હાથ ધરાઇ. જેમાં કેન્દ્ર સરકારે સુનાવણી ટાળવા અપીલ કરી જ્યારે અરજીકર્તાના વકીલે કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો. સુપ્રીમ કોર્ટ દેશદ્રોહ કાયદા પર પુનઃવિચાર કરવા માટે કેન્દ્ર સરકારને સલાહ આપતા એક દિવસનો સમય આપ્યો છે અને જવાબ માગ્યો છે, કે તેઓ હાલના પેન્ડિંગ કેસ અને ભવિષ્યના ગુનાઓને કેવી ટેકલ કરશે.

આ પહેલા કેન્દ્ર સરકારે કોર્ટની સામે દેશદ્રોહ કેસમાં પોતાનું વલણ પર સ્પષ્ટતા આપતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે રાષ્ટ્રહિત અને દેશની એકતા અખંડતાને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય કાર્યપાલિકાએ આ નવો નિર્ણય કર્યો છે. જોકે આ દંડનું પ્રાવધાન નહીં હટાવવામાં આવે. કોઇ નહીં કહી શકતું કે દેશની વિરુદ્ધ કામ કરનારને દંડ ના કરવામાં આવે. સરકાર તેમાં સુધાર કરવાનું કામ કરી રહી છે જેથી હાલ સુનાવણી ટાળી દેવામાં આવે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version