Home BUSINESS દેશમાં કોરોનાનો વધ્યો ગ્રાફ, શેરમાર્કેટમાં સેન્સેક્સ ડાઉન

દેશમાં કોરોનાનો વધ્યો ગ્રાફ, શેરમાર્કેટમાં સેન્સેક્સ ડાઉન

દેશમાં કોરોનાનો કહેર, ઓમિક્રોનનો કેસમાં સતત વધારો થતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપ્યો

0

શેરબજારમાં સતત ત્રણ દિવસ તેજી જોવા મળી હતી, પરંતુ સપ્તાહના ચોથા દિવસે તે તૂટી ગયું હતું. ગુરુવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ BSE નો 30 શેરો વાળા સેન્સેક્સ 500 થી વધુ પોઈન્ટ તૂટ્યા અને ફરી 60 હજારની નીચે આવી ગયા. હાલમાં સેન્સેક્સ 820 પોઈન્ટ અથવા 1.36 ટકાના ઘટાડા સાથે 59,402 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

શેરબજારમાં સતત ત્રણ દિવસ તેજી જોવા મળી હતી, પરંતુ સપ્તાહના ચોથા દિવસે તે તૂટી ગયું હતું. નબળા વૈશ્વિક સંકેતો અને કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને કારણે ગુરુવારે બજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ BSE નો 30 શેરો વાળા સેન્સેક્સ 500 થી વધુ પોઈન્ટ તૂટ્યા અને ફરી 60 હજારની નીચે આવી ગયા. શરૂઆતમાં સેન્સેક્સ 585 પોઈન્ટ ઘટીને 59,638ના સ્તરે પહોંચ્યો હતો. હાલમાં, સેન્સેક્સ માત્ર અડધા કલાકના ટ્રેડિંગ દરમિયાન 820 પોઈન્ટ અથવા 1.36 ટકા તૂટી ગયો છે અને 59,402 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો થયો છે અને નિફ્ટી 171 પોઈન્ટના ઘટાડા સાથે 17,800ની નીચે આવી ગયો છે. આજે અદાણી પોર્ટ્સના શેર સૌથી વધુ તૂટ્યા છે અને તે 18 ટકા સુધી તૂટ્યા છે. બીજી તરફ, હિન્દાલ્કોના શેર્સ ટોપ ગેઇનર છે અને તે 9 ટકાથી વધુ ચઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 367 પોઈન્ટ અથવા 0.61 ટકા વધીને 60,233 પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી 120 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 17,925 પર હતો.

દેશમાં કોરોનાનો કહેર, ઓમિક્રોનનો કેસમાં સતત વધારો થતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપ્યો

ભારતમાં કોરોનાના કેસમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 90928 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય 325 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. બુધવારની સરખામણીમાં કોરોનાના કેસોમાં 56.5 ટકાનો ઉછાળો આવ્યો છે. તેના લીધે રોકાણકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. દેશના કેટલાંય રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુથી લઇ વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરાઇ છે. તો હજી લોકડાઉન આવવાની આશંકા પણ સેવાય રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version