Home INTERNATIONAL એક શખ્સે 24 કલાકમાં લીધા કોરોના વેકસિનના 10 ડોઝ અને…

એક શખ્સે 24 કલાકમાં લીધા કોરોના વેકસિનના 10 ડોઝ અને…

કોરોનાનો ડર લોકોમાં એટલો વધી ગયો છે...ન્યુઝીલેન્ડના એક વ્યક્તિએ 24 કલાકમાં જ 10 વખત કોરોના વેક્સીનના ડોઝ લીધા હતા...જેને લઈને હવે સરકાર પણ ચિંતામાં મુકાઈ છે....

0

વિશ્વમાં કોરોના વેક્સીન જ કોરોના સામેનું એકમાત્ર હથિયાર છે. ઘણા લોકો વેક્સિન લેવા માટે ડરતા હોય છે. તો ઘણા લોકો કોરોના વેક્સિનને લઈને જાગૃત થઇ રહ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે.

અહીં એક વ્યક્તિએ માત્ર 24 કલાકની અંદર 10 વખત કોરોનાની રસી લીધી છે……જેના પછી આરોગ્ય મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે. એવું માનવામાં આવે છે કે આ માટે વ્યક્તિએ એક જ દિવસમાં ઘણા રસીકરણ કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને દરેક ડોઝ માટે પૈસા આપવામાં આવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, આ બાબત ચિંતાજનક છે. જો તમે કોઈ એવા વ્યક્તિને જાણતા હોય કે જેણે વેક્સીનના વધારે ડોઝ લીધા છે તો તેને વહેલી તકે ડોકટર પાસે જવાની સલાહ આપો. મંત્રાલયે જોકે રસી મુકવાની ઘટના ક્યાં બની છે તે વાતને સમર્થન આપ્યુ નહોતુ. રસીકરણ સલાહકાર કેન્દ્રના નિર્દેશકે જણાવ્યુ કે આટલા બધા ડોઝ એક સાથે લીધા બાદ કયા પ્રકારની આડ અસર થઈ શકે છે તેનો કોઈ સ્ટડી હજી અમારી પાસે નથી.આ વ્યક્તિએ પોતાની જાતને જોખમમાં મુકી દીધી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version