Home BUSINESS ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા

ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી અમિર વ્યક્તિ બન્યાં છે. બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ પ્રમાણે અદાણીની કુલ નેટવર્થ 100 બિલિયન ડોલર સુધી પહોંચી છે.

0

ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો ડંકો હાલ દેશ દુનિયામાં વાગી રહ્યો છે. તેઓની સંપત્તિમાં અધધધ વધારો થતા હવે તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યાં છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી અમિર વ્યક્તિ બન્યાં છે. બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ પ્રમાણે અદાણીની કુલ નેટવર્થ 100 બિલિયન ડોલર સુધી પહોંચી છે. આ સાથે તેઓ દુનિયાના 10માં અમિર વ્યક્તિઓની લિસ્ટમાં પણ સામેલ થયા છે.. અદાણીની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે.

હાલ જ તેમની સંપત્તિમાં 2.44 બિલિયન ડોલરનો વધારો થતા આ લિસ્ટમાં તેમનું નામ સામેલ થયું છે.100 બિલિયન ડોલરની નેટવર્થ સાથે જ અદાણી સેન્ટીબિલિયનેયર્સ ક્લબમાં સામેલ થયા છે.. આપને જણાવી દઇએ કે 100 બિલિયન ડૉલરની નેટવર્થ ધરાવતા વ્યક્તિઓને સેંટીબિલિયનેયર કહેવામાં આવે છે.

અદાણીની નેટવર્થમાં આ વર્ષમાં જ 23.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. અને આ લિસ્ટમાં સામેલ તમામ લોકોમાં સૌથી વધુ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે. રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બ્લૂમબર્ગની લિસ્ટમાં 11માં સ્થાન પર છે. તે એશિયા અને ભારતના બીજા નંબરના સૌથી અમિર વ્યક્તિ છે. આ વર્ષે અંબાણીની નેટવર્થમાં 9.03 બિલિયન ડૉલરનો વધારો થયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version