Home COVER STORY PUBGએ કિશોરને બનાવ્યો હત્યારો, માતાની જ કરી હત્યા

PUBGએ કિશોરને બનાવ્યો હત્યારો, માતાની જ કરી હત્યા

0

જો આપનું બાળક મોબાઇલ વગર ના રહી શકતું હોય, તે હંમેશા મોબાઇલમાં જ રચેલું રહેતું હોય અને આપ પણ આપના બાળકને ચુપ કરાવવા મોબાઇલ પકડાવી દેવામાં સમજદારી સમજતા હોવ તો ચેતી જજો. લખનઉનોની આ ઘટના આપની આંખ ઉઘાડનારી છે.

લખનઉમાં એક 16 વર્ષના બાળકે પોતાની માતા પર અંધાધૂંધ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધી. માતાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે તેના પુત્રને ઠપકો આપી PUBG ગેમ નહીં રમવા કહ્યું હતું. બસ આ 16 વર્ષના કિશોરે પોતાના પરથી કાબુ ગુમાવી દીધો, તેના પર જાણે ખૂન સવાર હતું કે તેણે માળીયા પરથી પોતાના પિતાની સર્વિસ રિવોલ્વર ઉતારી અને તેમાની બધી જ ગોળીઓ તેની માતાની છાતીમાં ધરબી દીધી. PUBG GAMEમાં સનકી બનેલા આ પુત્રએ જરાય પણ વિચાર ન કર્યો કે જે માતાએ તેને નવ મહિના પોતાના કૂખમાં રાખીને જન્મ આપ્યો, પાળી પોશીને મોટો કર્યો, તેને જ ઊંઘમાં હંમેશ માટે પોઢાડી દીધી.

PUBG GAMEમાં ભાન ભૂલેલો આ કિશોર આટલેથી નથી અટકતો, તેણે પોતાની 10 વર્ષની બહેનની સામે માતાની ગોળીઓ વિંધીને હત્યા કરી નાખી. તેણે પોતાની બહેનને પણ મારી નાખવાની ધમકી આપી. એટલે ડરી ગયેલી બહેન પોતાની માતાને લપટીને ત્યાં જ સૂઈ રહી.

ક્રૂરતાની હદ તો ત્યાં થઇ જ્યારે આ કિશોરે પિત્ઝા પાર્ટી કરી. બાદમાં તેણે પોતાના પિતાને વીડિયો કોલ કર્યો અને મરી ગયેલી તેની માતાને પણ વીડિયોમાં બતાવી. ત્યારે જઇને હત્યા થઇ હોવાનું સામે આવ્યું. કિશોરના પિતા સેનામાં છે. તેઓનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે. પરિવાર મૂળ વારાણસીનો છે, જે હાલ લખનઉમાં રહેતો હતો. પોલીસે કિશોરની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

બાળકોને કેવી રીતે બચાવશો ?

  • બાળકોને મોબાઇલની બદીથી દૂર રાખો
  • ભલે તેઓ જીદ કરે પરંતુ મોબાઇલની લત ન લાગવા દો
  • તેમને અધર એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો
  • ક્રિકેટ, સ્વિમિંગ, ટ્યુશન જેવી એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો
  • માતા પિતાએ બાળકોને પણ સમય આપવો જોઇએ
  • સતત તેમની સાથે રહેવું, માર્ગદર્શન આપવું
  • બાળકોને એકલા ન પડવા દો
  • બાળકોની સામે માતાપિતાએ મોબાઇલ વપરાશ ટાળવો જોઇએ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version