Home GUJARAT NEWS 24 કલાકમાં કોરોનાના નવા કેસ 63 કેસ, 3નાં મોત

24 કલાકમાં કોરોનાના નવા કેસ 63 કેસ, 3નાં મોત

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 63 કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીઓના મોત થયા છે.. રાજકોટ, ભાવનગર અને વલસાડના દર્દીનું કોરોનાથી મોત થયુ છે..

0

રાજ્યમાં કોરોના ધીમે ધીમે ફરી માથુ ઉંચકી રહ્યો છે.. અને પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે… છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 63 કેસ નોંધાયા જ્યારે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે..

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી રહ્યો છે.. ધીમે ધીમે કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે.. જેમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 63 કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીઓના મોત થયા છે.. રાજકોટ, ભાવનગર અને વલસાડના દર્દીનું કોરોનાથી મોત થયુ છે.. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 13 નોઁધાયા છે.. જ્યારે વડોદરામાં 12, જામનગરમાં 11, સુરતમાં 11 કેસ નોંધાયા છે.. જ્યારે કચ્છ-નવસારી-વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે.. રાજકોટમાં ત્રણ, પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આણંદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 1-1 કેસ નોંધાયો છે..

છેલ્લા બે દિવસની જો વાત કરીએ તો ગુરુવારે પણ રાજ્યમાં કોરોનાના 70 કેસ નોંધાયા હતા.. જેમા અમદાવાદમાં 13 કેસ જામનગરમાં 10, સુરતમાં 9, વડોદરામાં 12 કેસ નોંધાયા હતા.. જ્યારે નવસારી, વલસાડમાં 5-5 કેસ આણંદમાં 4 કેસ, રાજકોટમાં 4 કેસ, કચ્છમાં 3 કેસ અને ભાવનગર ગાંધીનગરમાં 2-2 કેસ નોંધાયા હતા..

આ તરફ બુધવારે રાજ્યમાં 67 કેસ નોંધાયા હતા. જેમા સૌથી વધુ 25 કેસ અમદાવાદમાં નોંધાયા હતા જ્યારે સુરતમાં 15, જામનગરમાં 7, વડોદરામાં 8 કેસ નોંધાયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version