Home GUJARAT NEWS ઘોઘંબાની GFL કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, 7 શ્રમીકોના મોત

ઘોઘંબાની GFL કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, 7 શ્રમીકોના મોત

કંપનીના સત્તાધીશો પર પ્રેશર તૈયાર થતાં અંતે મીડિયા સમક્ષ આવી 7 લોકોના મોતની વાત કબુલી છે અને અન્ય સુરક્ષિત છે તેવી વાત પણ કરી છે.

0

GFL કંપનીમાં આગની આ બીજી ઘટના છે, શા માટે વારંવાર આ કંપનીમાં આગ લાગે છે ? અને શા માટે તંત્ર કંપની સામે કોઇ પગલા ભરવામાં પાંગળુ છે ?

પંચમહાલના ઘોંઘબા નજીક આવેલી જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં મૃત્યુઆંક 7ને પાર પહોંચ્યો છે. આ છતાં જીપીસીબીએ નિદ્રાધીન અવસ્થામાં છે. સ્થાનિકોના અનેક આરોપ બાદ પણ જીપીસીબીએ કોઈ જ એક્શન ન લીધા હોવાનું આ પરિણામ હોવાનું મનાઈ રહ્યું છે.

પંચમહાલ ઈન્ટસ્ટ્રીયલ ઝોનની કેમિકલ કંપનીઓમાં વારંવાર લાગતી આગોમાં અનેક લોકોના મોત થયા છે. ફરી કાલે ઘોંઘબાની GFL કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ થતાં 7 જીવતાં ભુંજાયા હતા. જો કે સ્થાનિક કામદારોની પ્રદૂષણ સહિતના મુદ્દે અનેક ફરિયાદ કરવા છતા GPCBએ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે

ગેરકાયદે ચાલતી આવી કંપનીઓને કોણ છાવરે છે ?
સ્થાનિક લોકોનો ભારે આક્રોશ સામે તંત્ર કેમ ચૂપ ?
2 પ્લાન્ટથી લઇને 10 પ્લાન્ટ સુધી કેમ નજરઅંદાજી ?
2 પ્લાન્ટથી લઇને 10 પ્લાન્ટ સુધી કેમ નજરઅંદાજી ?
આસપાસના ખેતરોનું નુકસાન કોણ ભરપાઇ કરશે ?
GFL કંપનીમાં શા માટે લાગે છે વારંવાર આગ?
કંપની માલિક સામે કેમ નથી ભરાતા પગલાં?
5 લોકોના મોત માટે જવાબદાર કોણ?
શું બોઇલરની સમયસર ચકાસણી નહોતી?
શું GPCB પણ કંપનીનો કરી રહ્યું છે બચાવ ?
ક્યારે જવાબદારો સામે થશે કાર્યવાહી ?

https://firstraynews.com/wp-content/uploads/2021/12/VID-20211217-WA0003.mp4

જો કે કંપનીના સત્તાધીશો પર પ્રેશર તૈયાર થતાં અંતે મીડિયા સમક્ષ આવી 7 લોકોના મોતની વાત કબુલી છે અને અન્ય સુરક્ષિત છે તેવી વાત પણ કરી છે.

હાલ આગની દુર્ઘટના મામલે FSLની ટીમ અને GPCBએ તપાસનુ નાટક શરૂ કર્યુ છે ત્યારે સંદેશ ન્યૂઝનો સૌથી મોટો સવાલ એ છે કે પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ મામલે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે દરવખતની જેમ ભીનુ સંકેલી લેવામાં આવશે ?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version