Home SPORTS ઓલિમ્પિક ગેમ્સમાં પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ

ઓલિમ્પિક ગેમ્સમાં પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ હવે મેડલ સ્ટાર બની ગઇ છે. સિંધુ ઓલિમ્પિકમાં બેડમિન્ટન વુમન સિંગલ મુકાબલામાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઇ છે.

0

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ હવે મેડલ સ્ટાર બની ગઇ છે. સિંધુ ઓલિમ્પિકમાં બેડમિન્ટન વુમન સિંગલ મુકાબલામાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઇ છે. આ પહેલા રિયો ઓલિમ્પિક 2016માં સિંધુએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. સિંધુએ પોતાની શક્તિશાળી રમતને ટકાવી રાખી આ વખતે પણ ભારતને મેડલ અપાવ્યો છે. ભલે તે આ વખતે સિલ્વર મેડલ તો ન મેળવી શકી પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ જરુર રચ્યો છે.

સિંધુની શાનદાર રમત પર નજર કરીએ તો સિંધુએ ચીનની બિંગઝિયાઓને 21-13, 21-15થી માત આપી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. સિંધુએ આ બાજી ખૂબ જ સરળતાથી જીતી લીધી. માત્ર 52 મિનિટમાં જ તેણે ચીની ખેલાડીને માત આપી દીધી.

પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યું તો ચીનની ચેન યૂ ફેએ સુવર્ણ પદક પોતાના નામે કર્યું. તેણે ફાઇનલમાં ચીની તાઇપેની તાઇ ત્ઝૂ યિંગને 21-18, 19-21, 21-18થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું. તાઇ ત્ઝૂએ સિંધુને માત આપી હતી અને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.

ઓલિમ્પિકમાં બેડમિન્ટન રમતમાં ભારતઃ

  • સાઇના નેહવાલ
    બ્રોન્ઝ મેડલઃ લંડન ઓલિમ્પિક (2012)
  • પીવી સિંધુ
  • સિલ્વર મેડલઃ રિયો ડી જેનેરિયો (2016)
  • પીવી સિંધુ
  • બ્રોન્ઝ મેડલઃ ટોક્યો ઓલિમ્પિક (2021)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version