Home COVER STORY અમિત શાહે સૌરવ ગાંગુલીના ઘરે લીધું ભોજન

અમિત શાહે સૌરવ ગાંગુલીના ઘરે લીધું ભોજન

અમિત શાહ હાલ બંગાળના પ્રવાસે છે, ત્યારે તેમણે આજે સૌરવ ગાંગુલીના ઘરે પહોંચ્યા અને ભોજન લીધું.

0

અમિત શાહ છેલ્લા બે દિવસથી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી. એટલું જ નહીં અમિત શાહે ગાંગુલીના પરિવાર સાથે ભોજન પણ લીધું.

ગાંગુલીના કોલકાતા સ્થિત નિવાસ સ્થાને અમિત શાહ પહોંચ્યા. બંનેની આ મુલાકાતથી એવો ક્યાસ કાઢવામાં આવે છે કે સૌરવ ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે. ગયા વર્ષે પણ આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ ત્યારે ગાંગુલીએ ભાજપમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો.

જોકે શાહ સાથેની મુલકાત બાદ ગાંગુલીએ તેને શિષ્ટાચાર મુલાકાત ગણાવી..તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી અમિત શાહથી પરિચિત છે, અને તેઓ માત્ર મુલાકાત માટે આવ્યા હતા. શાહની સાથે આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામથી હરાવનાર સુવેન્દુ અધિકારી પણ હાજર હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version