Home FEATURED યુપીના ઉન્નાવ કાંડમાં 2 મહિના બાદ મળ્યો દલિત યુવતીનો મૃતદેહ

યુપીના ઉન્નાવ કાંડમાં 2 મહિના બાદ મળ્યો દલિત યુવતીનો મૃતદેહ

0

યૂપીના ઉન્નાવમાં એક દલિત દિકરીના અપહરણના બે મહિના બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. મા બે મહિના સુધી ન્યાય માટે વલખા મારી રહી હતી. સપાના નેતા પર આરોપ લાગતા રાજકારણ ગરમાયુ છે.

આ એ માનું આક્રંદ છે જેણે પોતાની દિકરીને ગુમાવી. 2 મહિનાથી તે દર દર ભટકી રહી હતી પોતાની દિકરીને શોધવા અને આખરે તે આવી રીતે પ્લાસ્ટિકમાં લપેટાયેલી મળી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના ખુલાસા કંપાવી દે તેવા છે. આ યુવતીની ગળુ દબાવીને હત્યા કરી દેવાઈ હતી.

માનો આરોપ છે કે સમાજવાદી પાર્ટી સરકારમાં મંત્રી રહેલા સ્વ. ફતેહ બહાદુર સિંહને દિકરા રાજોલ સિંહએ કરી છે. મૃતદેહ પણ તેના ઘર પાસેની ખાલી જમીન પર જ મળી આવ્યો છે. SPએ ઈન્સેક્ટર અખિલેશ પાંડેને સસ્પેન્ડ કરી દીધા છે.

આ મામલે હવે ચૂંટણી સમયે રાજકારણ પર ગરમ છે. ભાજપ સપા પર આરોપ લગાવી રહ્યું છે. યૂપીના નાયબ મુખ્યંત્રીએ સપા પર પ્રહાર કરતા કહ્યું કે આ નવી સપા નથી એ જ સપા છે. જે ગુંડા અને અપરાધીઓથી ભરેલી છે જ્યારે બસપા સુપ્રિમો માયાવતીએ પણ દિકરીના પરિવારને ન્યાય અપાવવાની સરકારે માગ કરી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version