Home GADGETS Iphone કરતા ANDROID મોબાઇલ લેવો કેમ છે બુદ્ધિશાળીનું કામ ?

Iphone કરતા ANDROID મોબાઇલ લેવો કેમ છે બુદ્ધિશાળીનું કામ ?

0

અત્યારે સ્માર્ટફોનનો જમાનો છે. જેમાં રોજ અવનવા ફીચર્સ સાથે ફોન બજારમાં લૉન્ચ થઈ રહ્યા છે. ANDROID સ્માર્ટફોન અને IPHONEની તુલના ઘણા લોકો કરવા માગે છે તો ઘણા લોકો તેનાથી દૂર રહે છે. અને તેની પર અગઉ પણ ઘણી ચર્ચાઓ થઇ ચૂકી છે. ખાસ કરીને આઇફોન ઉપભોક્તાઓ પાસે જો ANDROIDને અંગે કોઇપણ ચર્ચા કરશો તો તેનું પરિણામ ઝીરો જ આવશે. પરંતુ આ અંગે ટેકનિકલ દ્રષ્ટિકોણથી જોઇએ તો એંડ્રોઇડ સ્માર્ટફોનમાં આપને એવા ઘણા ફીચર્સ મળશે, જે આઇફોનમાં નહીં મળે સાથે જ એંડ્રોઇડનું ઇંટરનફેઝ આઇફોનની સરખામણીમાં ખૂબ જ સરળ છે.

એટલું જ નહીં એંડ્રોઇડના ઘણા અન્ય ફીચર્સ પણ છે, જે આપને આઇફોનમાં કદાચ નહીં મળે, આવો વાત કરીએ કેટલાંક એવા જ ફીચર્સ અંગે જે આપને ખ્યાલ નહીં હોય

ફીચર #1
ANDORID ફોનમાં ઓટોમેટિક ગૂગલની ઘણી સર્વિસ સિંક થઇ જાય છે, જેમકે ગૂગલ મેપ, ગૂગલ કેલેંડર, જીમેઇલ, જ્યારે આઇફોનમાં અલગ સર્વિસ આપે યૂઝ કરવી પડે છે.

ફીચર #2
અનેક ANDROID ફોનમાં આપ બેટરી બદલી શકો છો જ્યારે કોઇ પણ આઇફોનમાં આપને એવી સુવિધા નહીં મળે.

ફીચર #3
મોટાભાગના ANDROID ફોનમાં એસડી કાર્ડ બદલવાનું ફીચર્સ આપને મળશે, આઇફોનમાં આ સપોર્ટ નથી મળતું.

ફીચર #4
ANDROIDફોનમાં લોંચરને ઇંસ્ટોલ કરીને આપ પોતાની હોમ સ્ક્રીન કસ્ટમાઇઝ કરી શકો છો. જ્યારે આઇફોનમાં વોલપેપર બદલવા ઉપરાંત સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકાતું નથી.

ફીચર #5
AANDROIDને આપ કોઇપણ યૂએસબી કેબલ દ્વારા ચાર્જ કરી શકો છો જ્યારે એપલનો આપ માત્ર એપલના જ ચાર્જરથી ચાર્જ કરી શકો છો.

ફીચર #6
ANDROIDમાં આપને અઢળક હાર્ડવેર ઓપ્શન મળી રહેશે.

ફીચર #7
Iphoneની અડધી કિંમતમાં આપને હાઈઇંડ ANDROID ફોન મળી જશે. જે આપને રૂપિયા બચાવવામાં પણ મદદરૂપ બનશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version