Home AJAB GAJAB એન્ટાર્કટિકામાં બરફની ચાદરના 200 મીટર નીચેથી 77 પ્રજાતિઓ મળી

એન્ટાર્કટિકામાં બરફની ચાદરના 200 મીટર નીચેથી 77 પ્રજાતિઓ મળી

જ્યાં જીવન મુશ્કેલ છે તે એન્ટાર્કટિકામાં કેટલીક એવી કડીઓ મળી આવી જે જાણશો તો ચોંકી જશો.... બરફની ચાદરના 200 મીટર નીચેથી 77 પ્રજાતિઓ મળી આવી...

0

જ્યાં જીવન મુશ્કેલ છે તે એન્ટાર્કટિકામાં કેટલીક એવી કડીઓ મળી આવી જે જાણશો તો ચોંકી જશો…. બરફની ચાદરના 200 મીટર નીચેથી 77 પ્રજાતિઓ મળી આવી…

એન્ટાર્કટિકાના બરફના થર નીચે જેમ જેમ તમે ઊંડા જશો તેમ વાતાવરણ ‘જીવન’ માટે મુશ્કેલ બનશે… જ્યાં ખોરાકના સ્ત્રોતો લગભગ અસ્તિત્વમાં નથી… પરંતુ પૃથ્વી પર એવા સજીવો મળી આવ્યા છે જે અત્યંત કઠોર વાતાવરણમાં પણ ટકી શકે છે. વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકાના વિસ્તારમાં મોટી સફળતા હાંસલ કરી છે… વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકાની આત્યંતિક પરિસ્થિતિમાં 77 પ્રજાતિઓની આશ્ચર્યજનક શોધ કરી છે. જેમના 6 હજાર વર્ષ જૂના પુરાવા પણ મળ્યા છે…

જર્મનીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ પ્રજાતિઓમાં તલવાર આકારની શેવાળ અને કેટલાક અસામાન્ય જંતુઓનો સમાવેશ થાય છે… ગરમ પાણીનો ઉપયોગ કરીને આલ્ફ્રેડ વેજેનર સંસ્થાની ટીમે લગભગ 200 મીટર 656 ફૂટ ઊંડા બે ખાડા ખોદ્યા… ટીમે 2018માં દક્ષિણપૂર્વ વેડેલ સમુદ્રમાં ન્યુમાયર સ્ટેશન નજીક એકસ્ટ્રોમ આઇસ શેલ્ફ પર આ ખોદકામ કર્યું હતું…જેમાંથી અલગ અલગ 77 પ્રજાતિઓ મળી આવી…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version