Home INTERNATIONAL દુબઈના શાસકને ભૂતપુર્વ પત્ની સાથેની લડાઈ ખૂબ મોંઘી પડી

દુબઈના શાસકને ભૂતપુર્વ પત્ની સાથેની લડાઈ ખૂબ મોંઘી પડી

દુબઈના શાસકને ભૂતપુર્વ પત્ની સાથેની લડાઈ ખૂબ મોંઘી પડી છે. UKની કોર્ટે અધધ રકમ ચુકવવા આદેશ કરતા હવે UAEના સૌથી મોંઘા છૂટાછેડા થવા જઇ રહ્યા છે.

0

દુબઈના શાસકને ભૂતપુર્વ પત્ની સાથેની લડાઈ ખૂબ મોંઘી પડી છે. UKની કોર્ટે અધધ રકમ ચુકવવા આદેશ કરતા હવે UAEના સૌથી મોંઘા છૂટાછેડા થવા જઇ રહ્યા છે.

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમને લંડન હાઈકોર્ટે તેમના ભૂતપુર્વ પત્ની અને બે બાળકો સાથે અટકાયતની લડાઈને ઉકેલવા માટે રૂપિયા 5550 કરોડ એટલે કે 554 મિલિયન પાઉન્ડ આપવા માટે આદેશ કર્યો છે. બ્રિટનની હાઈકોર્ટે કિંગને આદેશ આપતા કહ્યું કે તેમણે આ રકમ ડિવોર્સ સેટલમેન્ટ અને બાળકોની સુરક્ષિત ભવિષ્ય માટે ચુકવવાની રહેશે. બ્રિટનના ઈતિહાસમાં આ સૌથી મોંઘા તલ્લાક પૈકીના એક તલ્લાક છે. રાજકુમારી હયા જોર્ડનના ભૂતપુર્વ રાજા હુસૈનની દીકરી છે.

રાજકુમારીને શેખ 554 મિલિયન પાઉન્ડની રકમની ચુકવણી કરશે. આ રકમ પૈકી 251.5 મિલિયન પાઉન્ડ આશરે રૂપિયા 2500 કરોડ રાજકુમારી હયાને એક સાથે આપવામાં આવશે. આ સાથે જ તેમના બન્ને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે 290 મિલિયન પાઉન્ડ આશરે રૂપિયા 2900 કરોડ સિક્યોરિટી સ્વરૂપમાં બેન્કમાં રાખવામાં આવશે. આ ઉપરાંત બાળકો મોટા થાય ત્યારે પ્રત્યેક વર્ષે 11.2 મિલિયન પાઉન્ડ આશરે રૂપિયા 112 કરોડની રકમ આપવાની રહેશે. રાજકુમારી હયાએ આ સેટલમેન્ટ માટે 1.4 બિલિયન પાઉન્ડ આશરે રૂપિયા 14000 કરોડ માગ્યા હતા. રાજકુમારી હયા શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version