Home JOB દમદાર પગાર સાથેની ભારતીય રેલવેમાં નોકરીની તક

દમદાર પગાર સાથેની ભારતીય રેલવેમાં નોકરીની તક

0

ભારતીય રેલવેમાં મોટાપાયે ભરતીની જાહેરાત આવી છે. રેલવે ભરતી વિભાગે ગેટમેનની ઘણી જગ્યાઓ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. આ ભરતી પરીક્ષા આપવા માગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી પોતાની અરજી કરી શકે છે. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાત માત્ર ધોરણ 10 પાસ રાખવામાં આવેલ છે.

રેલવેની આ ભરતી માટે કુલ 323 જગ્યાઓ છે. લખનઉ અને ઇજ્જતનગર ડિવિઝનમાં ગેટમેનની જગ્યાઓ પર ભરતી થવાની છે. એટલું જ નહીં અરજી કરનારા ઉમેદવારો પાસેથી કોઇ ફી પણ નહીં લેવામાં આવે. ભરતી અભિયાન હેઠળ આ ભરતી કરવામાં આવી રહી છે. જો પસંદગી પામેલા ઉમેદવારોનું કામ સંતોષકારક નહીં જણાય તો કરારનો સમયગાળો સમાપ્ત કરવામાં આવશે.

ઉમેદવારોની લાયકાત અને વયમર્યાદાઃ

કુલ 232 બેઠકો માથી લખનઉ વિભાગ માટે 188 બેઠક અને ઇજ્જતનગર વિભાગ માટે 135 જગ્યાઓ ફાળવવામાં આવી છે. ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ રાખવામાં આવેલી છે, વય મર્યાદા પહેલી જુલાઇ 2022ના રોજ 65 વર્ષથી વધુ ન હોવી જોઇએ. પસંદગી પામનાર ઉમેદવારોને માસિક 25 હજારનું વેતન આપવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version